મિત્રો હું મારા અનુભવની વાત કહેવા જઈ રહ્યો છું અને પણ મારા અનુભવ થકી તમારા સુધી એક વાત પહોંચાડવા જઈ રહ્યો છું..
મિત્રો હું જે સાચા મિત્રની વાત કહેવા જઈ રહ્યો છું તે મારા માટે તો શ્રેષ્ઠ મિત્ર જ કહેવાય અને એ મિત્ર એટલે પુસ્તક મારા માટે મારા શ્રેષ્ઠ મિત્રતાની યાદીમાં પુસ્તક જ આવે કારણ કે મારા માટે વારંવાર મને હિંમત આપનાર સાચો મિત્ર એટલે પુસ્તક જ સાબિત થયું છે, કારણ કે પુસ્તક જેટલો સાચો અને વફાદાર મિત્ર મળવો આજના સમયમાં ઘણું મુશ્કેલ છે. પુસ્તક ભલે ફાટી જશે, બળી જશે પરંતુ તે ક્યારેય પોતાનું લખાણ બદલશે નહીં અને જો માણસની વાત કરીએ તો તે ડગલેને પગલે પોતાને બદલતો હોય છે માણસમાં પરિસ્થિતિ ને અનુરૂપ બદલાવ આવે છે અને પરિસ્થિતિ બદલાય તેમ માણસના વિચારો, સ્વભાવ, પર્સનાલિટી માં ચોક્કસ પણે બદલાવ આવી જાય છે, જ્યારે પુસ્તક ક્યારેય પોતાનું લખાણ બદલશે નહીં.જેના કારણે તમને દગો પણ મળશે નહીં એટલે જ કહું છું કે પુસ્તક એક વફાદાર અને સાચો મિત્ર છે. જ્યારે હું એકલતાનો એહસાસ કરું છું, જ્યારે કોઈ નિર્ણય લેવામાં અચકાવ છું, જ્યારે હું મુરઝાઈ જાવ છું , ક્યારેક હિંમત હારી જાવ છું ત્યારે ત્યારે ચોક્કસ પણે કોઈને કોઈ પુસ્તક થકી મને સાચા નિર્ણય લેવાની અને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા ઘણા પુસ્તકો થકી મને મળી છે અને આમ જ પુસ્તકો વાંચીને મારુ મન હળવું થાય છે પ્રફુલ્લિત થાય છે અને મારામાં હિંમતની તાજગી આવી જાય છે એટલે જ કહું છું કે પુસ્તક એક સાચો અને વફાદાર મિત્ર છે જે તમને હંમેંશા સત્ય જ્ઞાન આપી સાચા માર્ગે લઈ જશે.
No comments:
Post a Comment