આજે ડાયરી ખોલી
ને આશ્યર્યચકિત થઈ જવાયું.
એક બે પાનાં પર
અચાનક થોડાં ફૂલો ઉગી નીકળે જોયાં...
ને બે ચાર પાનાંઓ પરથી
રંગીન પતંગિયાઓએ
ઉડા-ઉડ કરી મૂકી.
ડાયરીના પાનાં પર કેટલી'ક ભારે ભરખમ ક્ષણોનો હિસાબ હતો.
જે નાજુક પતંગિયાએ એની પાંખ પર ઝીલી લીધો હતો.
ને કેટલીક ગમતીલી પળોની સોડમથી
પેલ્લાં ફૂલો આહા હા!
મઘમઘતી ખુશ્બુથી તરબતર...
હું ને ડાયરી સાવ હળવા ફૂલ થઈ ગયાં.
ને આશ્યર્યચકિત થઈ જવાયું.
એક બે પાનાં પર
અચાનક થોડાં ફૂલો ઉગી નીકળે જોયાં...
ને બે ચાર પાનાંઓ પરથી
રંગીન પતંગિયાઓએ
ઉડા-ઉડ કરી મૂકી.
ડાયરીના પાનાં પર કેટલી'ક ભારે ભરખમ ક્ષણોનો હિસાબ હતો.
જે નાજુક પતંગિયાએ એની પાંખ પર ઝીલી લીધો હતો.
ને કેટલીક ગમતીલી પળોની સોડમથી
પેલ્લાં ફૂલો આહા હા!
મઘમઘતી ખુશ્બુથી તરબતર...
હું ને ડાયરી સાવ હળવા ફૂલ થઈ ગયાં.

No comments:
Post a Comment