Thursday, 31 October 2024

સ્નેહપૂર્ણ સબંધ

 મોટા ભાગનાં લોકો એમ માનતાં હોય છે કે સ્ત્રી-પુરુષનાં

સંબંધમાં કાંતો સામાજીક સંબંધ હોય ,કાં તો મિતત્રા
નહીં તો પ્રેમ કે લફરું !!
પણ આ બધાંથી ઉપર પણ એક એવો Special સંબંધ
હોય છે જેને આપણે " platonic relation " કહીએ
જેમાં એક બીજાં માટે સ્નેહ,કાળજી કે સમ્માન હોવાં છતાં
કહેવાતા પ્રેમ જેવું કંઈ જ ના હોય કોઈ અપેક્ષા ના હોય
તેવા બુધ્ધિગમ્ય અને સ્નેહપૂર્ણ સંબંધ જેમાં ફકત
સાચી મિત્રતા જ હોય .
ઘણાં લોકો ને આ ફક્ત દંભ લાગે પણ
આજ ના જમાનાં માં આવા special relation હોય છે
જેમાં કોઈ અપરાધભાવ નથી, કોઈ અપેક્ષા નથી કે
કોઈ અહંકાર કે અધીકાર વગર નો બસ સ્નેહપૂર્ણ સંબંધ....

Monday, 27 December 2021

સાચો મિત્ર


મિત્રો હું મારા અનુભવની વાત કહેવા જઈ રહ્યો છું અને પણ મારા અનુભવ થકી તમારા સુધી એક વાત પહોંચાડવા જઈ રહ્યો છું..

મિત્રો હું જે સાચા મિત્રની વાત કહેવા જઈ રહ્યો છું તે મારા માટે તો શ્રેષ્ઠ મિત્ર જ કહેવાય અને એ મિત્ર એટલે પુસ્તક મારા માટે મારા શ્રેષ્ઠ મિત્રતાની યાદીમાં પુસ્તક જ આવે કારણ કે મારા માટે વારંવાર મને હિંમત આપનાર સાચો મિત્ર એટલે પુસ્તક જ સાબિત થયું છે, કારણ કે પુસ્તક જેટલો સાચો અને વફાદાર મિત્ર મળવો આજના સમયમાં ઘણું મુશ્કેલ છે. પુસ્તક ભલે ફાટી જશે, બળી જશે પરંતુ તે ક્યારેય પોતાનું લખાણ બદલશે નહીં અને જો માણસની વાત કરીએ તો તે ડગલેને પગલે પોતાને બદલતો હોય છે માણસમાં પરિસ્થિતિ ને અનુરૂપ બદલાવ આવે છે અને પરિસ્થિતિ બદલાય તેમ માણસના વિચારો, સ્વભાવ, પર્સનાલિટી માં ચોક્કસ પણે બદલાવ આવી જાય છે, જ્યારે પુસ્તક ક્યારેય પોતાનું લખાણ બદલશે નહીં.જેના કારણે તમને દગો પણ મળશે નહીં એટલે જ કહું છું કે પુસ્તક એક વફાદાર અને સાચો મિત્ર છે. જ્યારે હું એકલતાનો એહસાસ કરું છું, જ્યારે કોઈ નિર્ણય લેવામાં અચકાવ છું, જ્યારે હું મુરઝાઈ જાવ છું , ક્યારેક હિંમત હારી જાવ છું ત્યારે ત્યારે ચોક્કસ પણે કોઈને કોઈ પુસ્તક થકી મને સાચા નિર્ણય લેવાની અને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા ઘણા પુસ્તકો થકી મને મળી છે અને આમ જ પુસ્તકો વાંચીને મારુ મન હળવું થાય છે પ્રફુલ્લિત થાય છે અને  મારામાં હિંમતની તાજગી આવી જાય છે એટલે જ કહું છું કે પુસ્તક એક સાચો અને વફાદાર મિત્ર છે જે તમને હંમેંશા  સત્ય જ્ઞાન આપી સાચા માર્ગે લઈ જશે.

Saturday, 26 June 2021

મને ગમશે

ઉતાવડીયો છું બહુ, 
પણ તારી રાહ જોવાની ગમશે;
જિદ્દી છું બહુ, 
પણ તારી વાત માનવાની ગમશે;
બેદરકાર છું બહુ, 
પણ તારી સંભાળ રાખવાનું ગમશે;
ટેવાયેલો છું એકાંત માં રહેવાને, 
પણ તારો સાથ હશે તો ગમશે;
દૂર છું બહુ સપનાઓ થી, 
પણ તારા સપના પુરા કરવાનું ગમશે;
ખુદ ના અસ્તિત્વ ને ભૂલી ને, "મને" 
તારા માં સમાઈ જવાનું ગમશે.. 

કેમ કે, મેં પ્રેમ કર્યો છે તને, 
તારા વ્યક્તિત્વ ને, તારા અસ્તિત્વ ને.. 
તારા ને ફક્ત તારા થઈને રહેવાનું મને ગમશે..✍₹

Saturday, 31 August 2019

એક ગંભીર બિમારી

Strees - તણાવ)
(એક ગંભીર બિમારી)

હાલની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને જોવા જઈએ તો દિન પ્રતિદિન માનવીને અનેક પ્રકારની ગંભીર બિમારીના સકંજામાં આવતા જોવું છું.
             હું માનું છું કે મોટાભાગની બીમારીનું મુખ્ય  કારણ પ્રદુષણ, દૂષિત હવા દૂષિત પાણી અને દૂષિત ખોરાક છે. પરંતુ આવનારા ટૂંક સમયમાં પણ આવી અનેક ગંભીર બીમારી પેદા થશે જેની દવા શોધવી પણ ઘણી મુશ્કેલ સાબિત થશે. કારણ કે દિન પ્રતિદિન દુનિયા ડિજીટલ થતી જાય છે. જેના કારણે કુદરતી વસ્તુઓ નો નાશ થતો જાય છે જેના કારણે માનવીને કુદરતી વાતાવરણનો ફાયદો મળવો ઘણો મુશ્કેલ સાબિત થશે, જેના કારણે એક નવી બિમારીનું સર્જન થશે. આ ગંભીર બીમારીનું સર્જન સ્માર્ટ વસ્તુઓ ના કારણે જ થશે જેમ કે સ્માર્ટફોન, કોમ્પ્યુટર, આવી અનેક સ્માર્ટ વસ્તુઓ ના કારણે જ થશે. આવનાર સમયમાં માનવીનું હાર્ટ એટેક કરતા પણ તણાવના કારણે વધું મૃત્યુ થવાની સંભાવના છે.આમ જોવા જઈએ તો તણાવગ્રસ્ત બિમારીના કારણે મૃત્યુ આંક ઘણો વધી જશે અને લગભગ 45% થી 48% લોકો તણાવમાં આવીને જીવન ટૂંકાવી દેશે આ તણાવગ્રસ્ત બિમારી હાર્ટ એટેક કરતા પણ ગંભીર સાબિત થશે જેની દવા સહેલાઈથી માનવીના મગજને ફ્રેશ કરી શકે એમ નથી. ઊલટું માણસમાં ગાંડપણ આવવાની શક્યતા પણ થઈ શકે છે. આ તણાવમાં આવવાના કારણે માનવી મૃત્યું પામશે પણ આ તણાવમાં માનવી આવશે તેનું મુખ્ય કારણ સ્માર્ટફોન અને સ્માર્ટ કમ્પ્યુટર હશે.આવનાર સમયમાં માણસ પગલપનનો શિકાર બની શકે છે તેનું મુખ્ય કારણ સ્માર્ટફોન નો વધારે પડતો ઉપયોગના કારણે જ આવી ગંભીર બીમારીનો શિકાર માનવી બની જશે.

Sunday, 16 September 2018

એક સ્વપ્ન

કેવુ મજાનું એક સ્વપ્ન આવ્યું
 સોનેરી સુવાસ ભરેલી એ મોસમ લાવ્યું,
ગમગીન કરતું અક પંખી આવ્યું .
જાણે આભ માંથી મીઠો કલરવનો સાદ લાવ્યું.
કુદરતના ખોળે એ રમવા લાગ્યું.
સુંદર જીવનની મજા માણવા લાગ્યું.
રંગ બે રંદી દુનિયામાં જીવવા લાગ્યું.
ફૂલોની સુંવાસમાં એ ભળવા લાગ્યું.
જીંદગીની એક સફરમાં સુંદર જીવન જીવવા લાગ્યું.
દરેક ક્ષણને તે યાદગાર બનાવવા લાગ્યું.
કેવું મજાનું એક સ્વપ્ન આવ્યું
સુવાસ ભરેલી એ મોસમ લાવ્યું.✍🏻₹

Saturday, 18 August 2018

વિશ્વ ફોટોગ્રાફી દિન



        એક તસ્વીર હજાર શબ્દો બરાબર હોય છે. લાંબા લાંબા લખાણો અને વર્ણનોને બદલે અેક સુંદર ફોટો જે તે સ્થળ કે પરિસ્થિતિનું સંપૂર્ણ બયાન આપણી સમક્ષ આસાનીથી રજૂ કરે છે.
     ૧૯ ઓગષ્ટનો દિવસ વિશ્વ ફોટોગ્રાફી દિન તરીકે મનાવવામાં આવે છે.
      આજે તો નાના નાના બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. લોકો જ્યાં ને ત્યાં ફોટો પાડતા કે સેલ્ફી લેતા જોવા મળે છે. ટેક્નોલોજીના પ્રતાપે દરેક વ્યક્તિ સુધી કેમેરો પહોચી ગયો છે.પરંતુ એક જમાનો હતો.જ્યારે કેમેરો હોવો એ દુર્લભ વસ્તુ ગણાતી.શુભ પ્રસંગે ફોટોગ્રાફરના માન-સન્માન જોવા મળતા. અને લગ્ન જેવા શુભ પ્રસંગ પછી ઘરે મુલાકાતે આવતાં સગાં-સંબંધીઓને ફોટો આલ્બમ હોંશભેર બતાવવામાં આવતું. વિશ્વ ફોટોગ્રાફી દિનની ઉજવણીનો મુખ્ય ઉદેશ આપણી દુનિયા બીજી વ્યક્તિ સમક્ષ રજૂ કરવી એ છે.✍🏻₹

Monday, 18 June 2018

સફળતા ક્યારે મળે..!


         સામાન્ય રીતે જોવા જઈએ તો આજના સમય માં દરેકના મનમાં ઉત્પન્ન થતા આ સામાન્ય પ્રશ્નો થઈ ગયા છે.
       *સફળતા કઈ રીતે મળે?*
      આજના સમયમાં બાળકો થી લઈને યુવાનો માતા પિતા દરેકના આ પ્રશ્નો છે કે સફળતા કઈ રી તે મળે? પરંતુ ઘણી વખત આપણે આધળી દોટ મુકતા હોય છે જેના કારણે આપણે વારંવાર નિષ્ફળ જતા હોઈએ છીએ
     બાળકો ઘણી વખત વારંવાર નાપાસ થતા હોય છે તેનુ કારણ ક્યારેક માતા પિતા પણ હોય છે કારણ કે પોતાના બાળકની મરજી વગર જ કેટલાક માતા પિતા પોતાની મરજીથી પોતાની પસંગીનો અભ્યાસ કરાવવા માગતા હોય છે ને જેમા કદાચ તેમના બાળકને રસ જ *(interest)* નથી હોતો તેવા વિભાગમા અભ્યાસ કરાવવાની માતા પિતાની સોચ ના કાર ણે પણ બાળકનું પરિણામ ખરાબ આવતું,હોય છે
    બીજી રીતે જોવા જઈએ તો સફળતા મેળવવા માટે જે તે *skill* માં રસ *(interest)* હોવો ખૂબ જ જરુરી છે,કારણ કે ઘણી વખત કલાકો સુધી વાંચન કરવા છતા જોઈતુ પરિણામ મળતું નથી કારણ કે તમે વાંચન દરમિયાન પુરેપુરો રસ લીધો નથી જેથી કરીને કલાકો સુધી વાચન કર્યુ હોવા છતા વાચેલું યાદ રહેતુ નથી ,
       કારણ કે વાંચન દરમિયાન તમે મનને સંપૂર્ણ સ્થિર કરીને વાંચનમા મન લગાવીને ન વાચવામાં આવતું હોવાથી યાદ રહેતુ નથી જેના કારણે પરિણામ સારું મળતું નથી અને નિષ્ફળતા મળતી હોય છે.
       જેથી કરીને બાળકો, દરેક માતાપિતા એ અને આજની યુવા પેઢીને ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ કે જો સફળ થવુ હોય સફળતા મેળવવી જ હોય તો તેમા રસ , રુચી *(interest)* હોવો ખૂબ જ જરુરી છે, જેમ કે તમે જેતે વિષય નો અભ્યાસ કરો છો અથવા જે તે પરિક્ષાની તૈયારી કરો છો તો તેમા *interest* રાખીને પુરી મહેનતથી  મન લગાવીને મહેનત કરો તો એક ને એક દિવસે  તમે અવશ્ય સફળતાના શિખરે પહોચી જશો.
*Unless you work very hard u Will not be able to finish your concept*
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*Rajni Thought*

             *રજની પરમાર*

સ્નેહપૂર્ણ સબંધ

 મોટા ભાગનાં લોકો એમ માનતાં હોય છે કે સ્ત્રી-પુરુષનાં સંબંધમાં કાંતો સામાજીક સંબંધ હોય ,કાં તો મિતત્રા નહીં તો પ્રેમ કે લફરું !! પણ આ બધાંથી...