Sunday, 13 May 2018

એકલતા


--------------
એકલતા મને મળી ગઈ,
એજ જીવનમાં હવે ફાવી ગઈ.

આશા ન હતી કોઈની આવવાની,
એટલે જ મને રાસ આવી ગઈ.

જીંદગીની રાહ માં એક ઠોકર વાગી ગઈ ને,
અેકલા રહેવાની આદત લાગી ગઈ.

સમજાતું ન હતું કે અેકલતા મને જ કેમ મળી ગઈ,
સમજાયું ત્યારે ખબર પડી કે,
જીંદગીમાં એક નવો અહેસાસ અપાવી ગઈ.

જીંદગીમાં આ એક આદત પડી ગઈને,
અેકલતા સાથે મારી મિત્રતા થઈ ગઈ.
✍🏻 Rajni parmar
---------------------------------

Thursday, 10 May 2018

મારી ડાયરી

આજે  ડાયરી ખોલી
ને આશ્યર્યચકિત થઈ જવાયું.
એક બે પાનાં પર 
અચાનક થોડાં ફૂલો ઉગી નીકળે જોયાં...
ને બે ચાર પાનાંઓ પરથી
રંગીન પતંગિયાઓએ
ઉડા-ઉડ કરી મૂકી.
  ડાયરીના  પાનાં પર કેટલી'ક ભારે ભરખમ ક્ષણોનો હિસાબ હતો.
 જે નાજુક પતંગિયાએ એની પાંખ પર ઝીલી લીધો હતો.
 ને કેટલીક ગમતીલી પળોની સોડમથી
પેલ્લાં ફૂલો આહા હા!
મઘમઘતી ખુશ્બુથી તરબતર...
    હું ને ડાયરી સાવ હળવા  ફૂલ થઈ ગયાં.

પ્રેમ

 જ્યારે કોઈ પુરુષ ને કોઈ સ્ત્રી પસંદ આવે છે, ત્યારે તે દિલજાન લગાડીને તેને પામવાના પ્રયત્ન માં લાગી જાય છે,ગિફ્ટો આપવી મેસેજ માં રિપ્લાય ના ...