સામાન્ય રીતે જોવા જઈએ તો આજના સમય માં દરેકના મનમાં ઉત્પન્ન થતા આ સામાન્ય પ્રશ્નો થઈ ગયા છે.
*સફળતા કઈ રીતે મળે?*
આજના સમયમાં બાળકો થી લઈને યુવાનો માતા પિતા દરેકના આ પ્રશ્નો છે કે સફળતા કઈ રી તે મળે? પરંતુ ઘણી વખત આપણે આધળી દોટ મુકતા હોય છે જેના કારણે આપણે વારંવાર નિષ્ફળ જતા હોઈએ છીએ
બાળકો ઘણી વખત વારંવાર નાપાસ થતા હોય છે તેનુ કારણ ક્યારેક માતા પિતા પણ હોય છે કારણ કે પોતાના બાળકની મરજી વગર જ કેટલાક માતા પિતા પોતાની મરજીથી પોતાની પસંગીનો અભ્યાસ કરાવવા માગતા હોય છે ને જેમા કદાચ તેમના બાળકને રસ જ *(interest)* નથી હોતો તેવા વિભાગમા અભ્યાસ કરાવવાની માતા પિતાની સોચ ના કાર ણે પણ બાળકનું પરિણામ ખરાબ આવતું,હોય છે
બીજી રીતે જોવા જઈએ તો સફળતા મેળવવા માટે જે તે *skill* માં રસ *(interest)* હોવો ખૂબ જ જરુરી છે,કારણ કે ઘણી વખત કલાકો સુધી વાંચન કરવા છતા જોઈતુ પરિણામ મળતું નથી કારણ કે તમે વાંચન દરમિયાન પુરેપુરો રસ લીધો નથી જેથી કરીને કલાકો સુધી વાચન કર્યુ હોવા છતા વાચેલું યાદ રહેતુ નથી ,
કારણ કે વાંચન દરમિયાન તમે મનને સંપૂર્ણ સ્થિર કરીને વાંચનમા મન લગાવીને ન વાચવામાં આવતું હોવાથી યાદ રહેતુ નથી જેના કારણે પરિણામ સારું મળતું નથી અને નિષ્ફળતા મળતી હોય છે.
જેથી કરીને બાળકો, દરેક માતાપિતા એ અને આજની યુવા પેઢીને ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ કે જો સફળ થવુ હોય સફળતા મેળવવી જ હોય તો તેમા રસ , રુચી *(interest)* હોવો ખૂબ જ જરુરી છે, જેમ કે તમે જેતે વિષય નો અભ્યાસ કરો છો અથવા જે તે પરિક્ષાની તૈયારી કરો છો તો તેમા *interest* રાખીને પુરી મહેનતથી મન લગાવીને મહેનત કરો તો એક ને એક દિવસે તમે અવશ્ય સફળતાના શિખરે પહોચી જશો.
*Unless you work very hard u Will not be able to finish your concept*
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*Rajni Thought*
*રજની પરમાર*