Thursday, 26 April 2018

અંધકાર

*અંધકાર*
અંધકારમાં જીવું છું,
અંધકાર મને ગમે છે,
અંધકારના શ્યામ રંગમાં
છુપાયેલા રહસ્યોને હું જોવું છું.
છડ,કપટ,અને કુકર્મો ની વણઝાર...
અંધકારની ગુફામા વહેતા દર્દના આંશુંના પડઘાય હું સાંભળું છું.
લાગણીમાં પરોવાયેલો માણસ હું એટલે જ..
નિત્ય મળતા દર્દોને હું હસતા હસતા સહું છું,
અંધકારમાં જીવું છું ને અંધકાર મને ગમે છે.
*રજની પરમાર*

જીવન જીવતા શીખી ગયો

*જીવન જીવતા શીખી ગયો*
જીવન જીવતા શીખી ગયો,
ખરા ખોટાનો અનુભવ થઈ ગયો,
કેટલાકને ઓળખતો થઈ ગયો તો કેટલાકને ઓળખી જ ના શક્યો,
જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે એકલા હાથે લડતા શીખી ગયો,
મળે છે નિત્ય ઘણા દર્દ જીવનમાં,
પણ ખુશીથી દર્દો પીતા શીખી ગયો.
જીવનમા અમુક સમયે હું પોતાનાઓ થી જ પારકો થઈ ગયો,
સત્ય સમજાયું ત્યારે ખબર પડી કે જીંદગી જીવવાનો રિવાજ બદલાઈ ગયો,
આમ જ લાગણીના દરિયામાં રહીને જ હું ઠોકરો ખાતો થઈ ગયો.
અને આમ જ ઠોકરો ખાતો ખોતો હું ઘડાઈ ગયો.
*રજની પરમાર*

Tuesday, 10 April 2018

સંસ્કારનું શિક્ષણ

*સંસ્કારનું શિક્ષણ*
સંસ્કાર એટલે શું? આમ જો જોવા જઈએ તો આજના ૨૧ મી સદીના યુવાન, યુવતીઓને કે બાળકોને  પુછવામાં આવે તો કેટલાક મજાક સમજીને હસી નાખશે.
      પરંતું સંસ્કાર જીવનમાં જાળવી રાખવા ખુબ જ જરૂરી છે
સંસ્કારનું શિક્ષણ મળે ક્યાંથી?
       આજના બાળકને પુછો તો જવાબ શું આપશે કેટલાકને ખબરજ નથી હોતી,
કારણ કે આજના આ ઝડપી અને ઈન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં આ વસ્તું લુપ્ત થતી જોવા મળી રહી છે, જેથી કરીને માતા પિતા એ પોતાના બાળકોને સંસ્કારનું શિક્ષણ પણ સ્કૂલ અને કોલેજના શિક્ષણ સાથે આપતું રહ્વુ જોઈએ,
આમ તો જોવા જઈએ તો સંસ્કાર તો બાળકને પોતાના માતા પિતા તરફથી જ મળે છે અને મોટા ભાગે તો બાળક પોતાના માતા પિતાના વર્તન વ્યવહાર માથી પણ અનુસરણ કરતા હોય છે
બીજી રીતે જોવા જઈએ તો સંસ્કાર એ માતા પિતા તરફથી મળેલી ભેટ જ કરેવાય,
સંસ્કાર એટલે તમારા વર્તન વ્યવહારને સમસ્કાર કહેવામાં આવે છે.
*રજની પરમાર*

પ્રેમ

 જ્યારે કોઈ પુરુષ ને કોઈ સ્ત્રી પસંદ આવે છે, ત્યારે તે દિલજાન લગાડીને તેને પામવાના પ્રયત્ન માં લાગી જાય છે,ગિફ્ટો આપવી મેસેજ માં રિપ્લાય ના ...